દાહોદના દેવગઢબારિયાના રાજમહેલ રોડ સ્થિત પેટ્રોલ પંપમાં દિન દહાડે લૂંટ, કેશિયરની આંખોમાં મરચાંની ભૂકી નાખી લૂંટને અંજામ આપ્યો

|

May 16, 2022 | 9:11 PM

લૂંટારૂઓ કેશિયર પાસેથી લાખો રૂપિયાની રકમ લૂંટી ગયા હતા. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. લૂંટ ચલાવનારા લૂંટારૂઓ જાણભેદુ હોવાની પોલીસ (Police) ને આશંકા છે.

દાહોદ (Dahod) ના દેવગઢબારિયાના રાજમહેલ રોડ સ્થિત પેટ્રોલ પંપ (Petrol pump) માં દિન દહાડે લૂંટ (robbery) ની ઘટના બની છે. પેટ્રોલ પંપ પર ત્રાટકેલા લૂંટારૂઓએ કેશિયરની આંખોમાં મરચાની ભૂંકી છાંટી લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ કેશિયર પાસેથી લાખો રૂપિયાની રકમ લૂંટી ગયા હતા. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી. લૂંટ ચલાવનારા લૂંટારૂઓ જાણભેદુ હોવાની પોલીસ (Police) ને આશંકા છે. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી લૂંટારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. જોકે મોડી રાત સુધી પોલીસને લુટારાઓના કોઈ સગળ મળી શક્યા નહોતા.

આજે બપોરે દેવગઢ બારિયામાં લૂંટની મોટી ઘટના બની હતી. જેમાં રાહમહેલ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર સાજના સમયે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને કેશિયરની કેબિનમાં ઘુસી ગયા હતા. કોશિયર કંઇ સમજે તે પહેલાં તેની આંખોમાં મરચાની ભુકી નાખી દીધી હતી તેથી તે કોઈ પ્રતિકાર કરી શક્યો નહોતો. જોત જોતમાં જ લુંટારાઓ કેશ કાઉન્ટરમાં પડેલા લાખો રૂપિયા લુંટીને ફરાર થઈ ગયા હતા. પેટ્રોલપંપના કેશિયરો બુમાબુમ કરતાં પંપ પર કામ કરતા લોકો દોડી આવ્યા હતા. જોકે ત્યં સુધીમાં લુટારાો ફરાર થઈ ચૂક્યા હતા. આ લુંટ અંગેની જાણ થતાં દેવગઢ બારિયા પોલીસ દોડી આવી હતી અને સીસીટીવી તપાસી લૂંટરાઓને ઓળખા કાઢવાની કવાયત કરી હતી. આ ઉપરાંત પંપ પર હાજર અન્ય લોકોની પણ પુછપરછ કરી હતી.

Next Video