Junagadh: પુત્રીએ પ્રેમ સબંધમાં આડખીલી બનતી માતાની હત્યા કરી, પુત્રીની ધરપકડ

Junagadh: પુત્રીએ પ્રેમ સબંધમાં આડખીલી બનતી માતાની હત્યા કરી, પુત્રીની ધરપકડ

| Edited By: | Updated on: May 31, 2023 | 3:34 PM

પુત્રીએ જ માતાની  કરપીણ હત્યા(Murder) કરવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના ઇવનગરમાં આ ઘટના બની છે. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો અને આરોપી પુત્રી મીનાક્ષી બામનીયાની ધરપકડ કરી છે.

Junagadh : જૂનાગઢમાં (Junagadh) પુત્રીએ જ માતાની  કરપીણ હત્યા(Murder) કરવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના ઇવનગરમાં આ ઘટના બની છે. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો અને આરોપી પુત્રી મીનાક્ષી બામનીયાની ધરપકડ કરી છે. જેમાં ઘટનાની માહિતી મુજબ ગોવિંદભાઇ આણદાંભાઇ બામણીયા ઇવનગર ગામનાએ ફરીયાદ આપેલી કે તેમની પત્ની દક્ષાબેને કોઇ અજાણ્યા માણસે માથાના ભાગે માર મારી ઇજા કરી પત્નીનું મોત નિપજાવ્યુ છે.

આ પણ વાંચો-CDS Anil Chouhan: વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ સારી નથી ચીની સેનાનો ઉલ્લેખ કરતા CDS અનિલ ચૌહાણે કેમ આવું કહ્યું?

દીકરીએ જ કરી માતાની હત્યા

ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ કરવા ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ઉંડાણ પૂર્વક તપાસ કરતા આ બનાવમાં ઘરે જ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. ઘટના બની ત્યારે બાળકો સિવાય કોઇ અન્ય વ્યકિત ઘરમાં હાજર ન હતા અને બનાવમાં મૃતક માતાના માથાના ભાગે ઇજાઓ થઇ હતી. જેમાં પોલીસ દ્વારા મૃત્યુ પામનારની દીકરી મીનાક્ષીબેનની ઉંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. જેમાં માતા દક્ષાબેનની હત્યા પોતાના પ્રેમીને મળવા માટે કરી હોવાની તેણે કબૂલાત કરી છે.

માતાને દીકરીના પ્રેમ સંબંધની જાણ થઇ ગઇ હતી. જે પછી દીકરીને માતા વારંવાર તેના પ્રેમમાં આડખીલીરુપ લાગતી હતી. માતાએ તેની પુત્રીને તેના પ્રેમી સાથે જોઇ જતા માતા-પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પુત્રીએ તેનું મન દુખ રાખીને લોખંડના સળિયાથી તેની માતાના માથા ઉપર 17 જેટલા ઘા માર્યા હતા. હત્યા કરવા માટે પુત્રીએ પોતાના ઘરમાં રાખેલી સીસીટીવી પણ બંધ કરી દીધા હતા.

દક્ષાબેનને ત્રણ દીકરી અને એક પુત્ર છે. દક્ષાબેનના પતિ સહિત તેઓ કુલ છ લોકો ઘરમાં રહેતા હતા. જેમાં મીનાક્ષી સૌથી મોટી બહેન હતી. પિતા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા પાલનપુર ખાતે મજૂરી કામ કરે છે. ત્યારે હવે માતાની હત્યા થતા પરિવારના અન્ય દીકરા-દીકરીએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 30, 2023 12:25 PM