Rathyatra 2023 : રથયાત્રા માટે થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર કરાયો, જુઓ Video

|

Jun 19, 2023 | 10:29 PM

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાત સાથે દેશની મોટી યાત્રા છે. આ યાત્રાને લઈ થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ રથયાત્રાનું પ્લાનિંગ કરવું સરળ બની જશે. મહત્વનું છે કે, રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Rathyatar 2023 : અમદાવાદની રથયાત્રામાં આ વખતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડેટા લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં આ રથયાત્રાનું પ્લાનિંગ કરવું સરળ બની જશે. મહત્વનું છે કે, રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારી, સોનાવેશમાં શોભ્યા નાથ, સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરે જઈ કરી સંધ્યા આરતી

રથયાત્રા 18 ગજરાજો, 101ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ આ રથયાત્રામાં જોડાનાર છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે. તો સુરક્ષાનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

આ સાથે મોબાઈલ cctv કન્ટ્રોલ વહિકલ પણ બનાવ્યું છે. જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે cctv, બોડીઓન કેમેરા, ડ્રોન નો ઉપયોગ વધુ પ્રમાણમાં થશે. 250થી વધારે મહિલા DCP અને ACP દ્વારા બેઠક કરવામાં આવી છે. કોમી એકતા માટે મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે રથયાત્રા ની સુરક્ષા રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video