ડાંગ વીડિયો : વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો
ડાંગ : ગુરુવાર સાંજે આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતાજ્યારે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.

વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો. હવામાન વિભાગે તારીખ 13 અને 14 ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે ડાંગ ઉપરાંત નવસારીમાં પણ વરસાદી માહોલ છે. અહીં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
આ પણ વાંચો : SBI SCO Recruitment 2024 : દેશની સૌથી મોટી સરકારી બેંક ઓફિસરની ભરતી કરી રહી છે, જાણો વેકેન્સીની વિગતવાર માહિતી