Dang : સાપુતારાની 4 હોટલમાંથી લાખોની GST ની ટેક્સ ચોરી ઝડપાઇ,16 હોટલોમાં કરવામાં આવી હતી તપાસ
પ્રવસન સ્થળ સાપુતારામાં GST ના કૌભાંડનો મામલો સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 16 હોટલો સ્કેનિંગ હેઠળ લેવામાં આવી હતી
સ્ટેટ જીએસટી(GST) ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 16 હોટલો પર કરવામાં આવેલી તપાસ મંગળવારે મોડી રાતે તમામ સ્થળો પર પુરી થઇ હતી. તપાસમાં ચાર હોટલ સંચાલકો દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની રિકરવરી કરવામાં આવી છે.હોટલોમાંથી મળેલ દસ્તાવેજો તપાસતા 3 કરોડથી વધુની ટેક્સચોરી થઈ હોવાનું બહાર આવ્યુ હતુ. હોટેલ સંચાલકોએ બુકીંગ બતાવી ગેરીરતી કરતા હતા તેમજ હિસાબી રજીસ્ટર પણ યોગ્યરીતે મેન્ટેન કરવામાં આવ્યું ન હતું. જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
GST એ એક ટેક્સ છે જે કોઈપણ સામાન અથવા સેવાઓની ખરીદી પર ચૂકવવો પડે છે. 1લી જુલાઈ 2017ના રોજથી કરનું આ માળખું અમલમાં મુકવામાં આવ્યું છે. GSTનું Full Form ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods And Services Tax) છે. સામાન ખરીદવા અથવા સેવાઓનો ઉપયોગ કરવા માટે તેની ચૂકવણી કરવી પડે છે. અગાઉ અસ્તિત્વમાં રહેલા ઘણા પ્રકારના કર જેમકે એક્સાઈઝ ડ્યુટી, વેટ, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ વગેરેને દૂર કરીને તેના સ્થાને ટેક્સ GST લાવવામાં આવ્યો છે. ભારતમાં તે વર્ષ 2017 થી લાગુ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે.
પ્રવાસન સ્થળ સાપુતારામાં GST ના કૌભાંડનો મામલો સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 16 હોટલો સ્કેનિંગ હેઠળ લેવામાં આવી હતી જે પૈકી ચાર હોટલ દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની ગરબડ કરવામાં આવી હોવાનું સામે આવતા રિકરવરી કરવામાં આવી છે.