ડાંગ : ડુંગરદેવની પરંપરાગત પૂજા અને નૃત્ય કરતા વિધાનસભાના નાયબ દંડક નજરે પડ્યા , જુઓ વીડિયો

|

Dec 25, 2023 | 12:03 PM

ડાંગ : ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું ઘણું મહત્વ હોય છે. ડુંગરદેવ આરોગ્યની દરકાર લે છે તો બીજી તરફ બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણીની અછત ન રહે તે માટે આશીર્વાદ આપે છે. દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા તરીકે ઓળખાતી પૂજા રાખવામાં આવે છે.

ડાંગ : ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું ઘણું મહત્વ હોય છે. ડુંગરદેવ આરોગ્યની દરકાર લે છે તો બીજી તરફ બીજું ઘરમાં ધન-દોલત અનાજ-પાણીની અછત ન રહે તે માટે આશીર્વાદ આપે છે. દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા તરીકે ઓળખાતી પૂજા રાખવામાં આવે છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લે છે. માન્યતા અનુસાર જ્યારે ભાયા થાય છે ત્યારે સ્ત્રીઓ દીવા લઈને રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ભાયા કાર્યક્રમે ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો અવસર અમનવામાં આવે છે.

વિધાન સભાના નાયબ મુખ્ય ઉપદંડક અને ડાંગ ના ધારાસભ્ય વિજય પટેલ આદિવાસી સમાજના ડુંગર દેવની પૂજામાં સાવરદા બરડા ગામમાં જઈને લોકો વચ્ચે પરંપરાગત વાંજીત્રો સાથે ભાયા કરતા જોવા મળ્યા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video