Ahmedabad: વેજલપુરમાં શાંતિ સદન-2 શોપિંગ સેન્ટરના હાલ બેહાલ, દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન, છીનવાઈ રોજી રોટી

|

Jul 12, 2022 | 6:37 PM

ગુજરાતમાં (Gujarat) હજુ ત્રણ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં (Gujarat) વરસાદને (Rain) પગલે સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેર તારાજીના સર્જાઇ હતી. અમદાવાદને (Ahmedabad) પણ રવિવારે પડેલા વરસાદે ધમરોળ્યુ હતુ. વરસાદ બંધ થયા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. વેજલપુરમાં અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે લોકોના સામાનને મોટુ નુકસાન પહોંચ્યુ છે. જેના પગલે પાણી તો ઓસર્યા છે પરંતુ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

શોપિંગ સેન્ટરની દુકાનોને ભારે નુકસાન

અમદાવાદમાં વરસાદના પાણી ઓસર્યા બાદ પણ હજુ ઠેરઠેર તારાજી સર્જાઈ છે. વેજલપુરમાં શાંતિ સદન-2ના હાલ બેહાલ થયા છે. કોર્પોરેશનના ખોદકામના કારણે શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થઈ છે. ખોદકામથી મેઇન રોડની દિવાલ ધરાશાયી થતા શોપિંગ સેન્ટરની દુકાનોને ભારે નુકસાન થયું છે. કોર્પોરેશને મદદ માટે હાથ ખંખેરી નાખતા TV9ના કેમેરા સામે દુકાનદારો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. વરસાદ પૂર્ણ થયા બાદ કોર્પોરેશને કોઈ મદદ નહીં કરી હોવાનો દુકાનદારોનો આરોપ છે. સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી છતાં દુકાનદારોને જેસીબી મશીન તેમજ સફાઈ માટેની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે.

હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

Next Video