Gujarati Video : દાહોદના ઝાલોદમાં SBI બેંકમાં ખેડૂતોના નામે કૃષિ લોન આપવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું

|

Feb 11, 2023 | 7:52 PM

દાહોદ જિલ્લાના ઝાલોદ ભરત ટાવર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં કે.સી.સી કૃષિ લોનમાં મસમોટું કૌભાંડ થયું હોવાનું સપાટી પર આવ્યું છે. 2021માં ધાવડીયા ગામના ખેડૂતો દ્વારા કૃષિ લોન માટે બેન્કમાં અરજીના કાગળો તૈયાર કર્યા હતા. બાદ ખેડૂતોને લોનના વાયદા પર વાયદા કરીને ધિરાણ આપ્યું ન હતું

દાહોદ જિલ્લાના ઝાલોદ ભરત ટાવર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં કે.સી.સી કૃષિ લોનમાં મસમોટું કૌભાંડ થયું હોવાનું સપાટી પર આવ્યું છે. 2021માં ધાવડીયા ગામના ખેડૂતો દ્વારા કૃષિ લોન માટે બેન્કમાં અરજીના કાગળો તૈયાર કર્યા હતા. બાદ ખેડૂતોને લોનના વાયદા પર વાયદા કરીને ધિરાણ આપ્યું ન હતું. ખેડૂતો કૃષિ લોન માટે અનેક ધક્કા ખવડાવ્યા હતા. ત્યારે વર્ષ 2023 જાન્યુઆરી માસમાં ખેડૂતોને સ્ટેટ બેન્કના વકીલ મારફતે એકાએક ધિરાણ ભરવા માટેની નોટિસ આવતા ખેડૂતો ચોંકી ગયા હતા.

હાલ તો ત્રણ જ ખેડૂત સામે આવ્યા છે

ખેડૂતો બેન્કમાં તપાસ કરતા તેમના નામે બારોબાર ધિરાણ લઈને લાખ્ખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.. આ કૌભાંડ સામે આવતા ખેડૂતોએ પૂર્વ ફિલ્ડ ઓફિસર સહીત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેન્કમાં તપાસ કરતા સામે આવ્યું છે કે જેમના નામે બારોબાર લોન ઉપાડી લેવાઇ છે તેવા હાલ તો ત્રણ જ ખેડૂત સામે આવ્યા છે, પરંતુ આ આંકડો વધુ હોવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો : મુસાફરોની સુવિધામાં વધારો, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર બે એસ્કેલેટર અને ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ

Next Video