Dahod: ગોધરામાં જર્જરિત શાળામાં ભણે છે ગુજરાતનું ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત?

Dahod: ગોધરામાં જર્જરિત શાળામાં ભણે છે ગુજરાતનું ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત?

| Edited By: | Updated on: Jan 27, 2023 | 9:15 AM

આ જર્જરિત છતને શાળાના સંચાલકો નેટથી કવર કરી જોખમી ઓરડાઓમાં વિદ્યાર્થીઓને (Student) ભણાવી રહ્યા છે. શાળાના આચાર્યનું કહેવું છે કે, શાળાના રીપેરીંગ માટે વડી કચેરીએ દરખાસ્ત રજૂ કરી છે અને આ ગ્રાન્ટ આવ્યા બાદ શાળાનું સમારકામ કરવામાં આવશે.

શિક્ષણની વાત આવે ત્યારે આપણી સરકાર અને નેતાઓ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સૂત્રો સાથે પ્રવચનો કરતા હોય છે અને પ્રવેશોત્સવ યોજતા હોય છે અને આ જ પ્રકારની જાહેરાતો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે, પરંતુ કેટલીક શાળાઓ એવી જોખમી છે, જેમાં બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઝોખમ ઝંળૂબે છે. દાહોદની ગોધરા રોડ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ જર્જરિત શાળાના ઓરડામાં બેસે છે.

આ  શાળાના ઓરડામાં ખરતા પોપડા જોવા મળે છે આવી પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને નવાઇની વાત એ છે કે આ જર્જરિત છતને શાળાના સંચાલકો નેટથી કવર કરી જોખમી ઓરડાઓમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. શાળાના આચાર્યનું કહેવું છે કે, શાળાના રીપેરીંગ માટે વડી કચેરીએ દરખાસ્ત રજૂ કરી છે અને આ ગ્રાન્ટ આવ્યા બાદ શાળાનું સમારકામ કરવામાં આવશે.

શાળાની હાલત અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને જોતા અહીં સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? વિદ્યાર્થીઓને કાંઈ થયું તો કોણ તો તેનું જવાબદાર કોણ ?કેમ આ પ્રાથમિક શાળાનું રિનોવેશન નથી થયું ? ખંડેર જેવી પ્રાથમિક શાળામાં ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કેવી રીતે થશે, શું આવી રીતે વધશે શિક્ષણનો વ્યાપ?આવા અનેક પ્રકારના સવાલો આ પ્રકારની શાળાઓ જોઈને થાય ચે ત્યારે તંત્રએ એ પણ જોવું જોઈએ કે પ્રવેશોત્સવ પહેલા પ્રવેશ લાયક શાળાને ચકાસો ! કારણ કે બાળકોનો જીવ અમૂલ્ય છે.

Published on: Jan 27, 2023 09:13 AM