Dahod Breaking News : સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં, લોકોએ કડક પગલાં લેવાની કરી માગ ! જુઓ Video

| Edited By: | Updated on: Jul 20, 2026 | 12:41 PM

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બાળકોની સુરક્ષા સાથે રમત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક સગીર બાળક સ્કૂટર ચલાવતો જોવા મળી રહ્યો છે. જ્યારે તેની પાછળ એક પુખ્ત વયનો વ્યક્તિ બેઠેલો દેખાય છે.

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બાળકોની સુરક્ષા સાથે રમત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક સગીર બાળક સ્કૂટર ચલાવતો જોવા મળી રહ્યો છે. જ્યારે તેની પાછળ એક પુખ્ત વયનો વ્યક્તિ બેઠેલો દેખાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે સગીર બાળક ચાલુ સ્કૂટર ચલાવી રહ્યો છે. તેને હેલ્મેટ પણ પહેરેલું નથી. લોકોનો અનુમાન છે કે પાછળ બેઠેલા વ્યક્તિ દ્વારા બાળકને વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવી હશે. વાલીની બેદરકારી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવી બેદરકારી બાળકના જીવ માટે ગંભીર છે. આ ઘટના દાહોદ જિલ્લા સુખસર તાલુકાનો છે.

લોકોમાં ભારે નારાજગી

આ વીડિયો સોશિયલ મીડિયા પર રીલ બનાવવા અથવા વાયરલ કરવા માટે બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે મનોરંજન કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે બાળકોના જીવન સાથે ચેડાં કરવું યોગ્ય નથી. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ ખરાબ ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? બાળકની જીવના જોખમે સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે રીલ બનાવી. જવાબદાર વાલીની આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ અને આક્રોશ છે. શું બાળકને ભગવાન ભરોસે મુકશો? વાલીઓ સામે કડક પગલાં લેવા લોકોએ માંગ કરી છે.

આ પણ વાંચો, ગુજરાતના રસ્તાઓ હવે બનશે સ્માર્ટ, ટેક્નોલોજી અને હાઈ-સ્પીડ કોરિડોર સાથે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ

Follow Us