દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને મધરાતે ઝડપી પાડ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 16, 2024 | 7:16 PM

દાહોદમાં ઝાલોદ નગરના એક મંદિરમાંથી ચોરી કરીને એક ચોર ગાઢ જંગલમાં નાસી ગયો હતો. પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા. નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખી તેને ઝડપી પાડ્યો હતો.

ચોરો આજકાલ ચોરી કરવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ પણ તેમની સામે હવે હાઈટેક બની છે. દાહોદમાં પોલીસે ચોરને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. પોલીસે થર્મલ નાઈટ વિઝન કેમેરાના મદદથી જંગલમાં ચોરી કરીને ભાગતા ચોરને પકડી પાડ્યો હતો.

દાહોદમાં ઝાલોદ નગરના એક મંદિરમાંથી ચોરી કરીને એક ચોર ગાઢ જંગલમાં નાસી ગયો હતો. પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા. નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની સારી કામગીરી બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ SP અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Published on: Sep 16, 2024 07:15 PM