Cyclone Biporjoy: ગુજરાતમાં આજે સાંજે ત્રાટકી શકે વાવાઝોડુ, 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2023 | 5:59 PM

Ahmedabad: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વાવાઝોડુ બિપરજોય 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. હાલ તે જખૌથી 110 કિલોમીટર દૂર છે. જખૌથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ દૂર છે. જખૌ નજીક હાલ 122-1300 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.

Ahmedabad: ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 150 કિલોમીટરની તીવ્ર ઝડપે વાવાઝોડુ બિપરજોય  (Cyclone Biparjoy) ત્રાટકવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. વાવાઝોડુ હાલ જખૌથી 70 કિલોમીટર દૂર છે. જખૌથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ દૂ છે. હાલ 122થી 130 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જખૌ પોર્ટ તરફ 115થી 125 કિલોમીટર પવન સાથે સાંજે વાવાઝોડુ ટકરાઈ શકે છે. બિપરજોય દ્વારકાથી 160 કિલોમીટર દૂર છે. નલિયાથી 140 કિલોમીટર દૂર છે. કરાચીથી 240 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાની જ્યાં અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે તેવા અસરગ્રસ્ત જિલ્લામાં વરસાદની વાત કરીએ તો પોરબંદરમાં 17mm, નલિયામાં 17mm, ભુજમાં 12mm, કંડલામાં 12mm વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને ભારતીય નેવી પણ સજ્જ , નેવીના એરક્રાફ્ટ ગોવામાં સ્ટેન્ડબાય, જુઓ Video

પવનની ક્યાં કેટલી સ્પીડ ?

પવનની ગતિની જો વાત કરીએ તો દ્વારકામાં 48 km, ઓખા 32 km, દિવ 56 km, નલિયા 34 km, વેરાવળ 39 km, ભુજ 24 km, કંડલા 33 km, પોરબંદર 37 km, અમદાવાદમાં 38 km છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરી વરસાદની આગાહી કરી છે જેમા આગામી 1 કલાકને લઈને આગાહી કરતુ નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ પવનની ગતિ 70થી 90 કિલોમીટર રહેશે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો