Devbhoomi Dwarka: બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયો જાણે ગાંડોતૂર બન્યો છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં કરંટને કારણે ગોમતીઘાટ પર મોટા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે એકાદશ મહારૂદ્ર મહાદેવ મંદિરમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારકા મંદિરે પહોંચ્યા છે અને સ્થાનિક બ્રહ્માણો દ્વારા વાવાઝોડાથી રક્ષણ માટે પૂજા કરાવાઈ છે અને વાવાઝોડાનું સંકટ દૂર થાય તેવી કેન્દ્રીય પ્રધાને પ્રાર્થના કરી છે.
આ પણ વાંચો: Junagadh : માંગરોળના દરિયામાં મોજા ઉછળતા જેટીમાં નુકસાન, દરિયાના મોજાથી જેટીમાં પડયા ગાબડા, જુઓ Video