Biparjoy Cyclone: રાજ્યના કેટલાક સ્થળોએ વરસી શકે છે અતિભારે વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:13 PM

વાવાઝોડાના સંકટ વચ્ચે રાજ્યના કેટલાક સ્થળોએ વરસી શકે છે. હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં અતિભારે વરસાદ 13થી 14 જૂન વચ્ચે થશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Cyclone Biparjoy Updates: વાવાઝોડાના સંકટ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. અતિભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે, જેમાં 13થી 14 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

14થી 15 જૂન વચ્ચે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં અતિ ભારેની આગાહી જોકે 15થી 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારેથી અતિભારેની આગાહી કરાઈ છે.

ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં વરસાદ વરસી શકે છે. 16થી 17 જૂન વચ્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિ ભારેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. મહત્વનું છે કે કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો : NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

વાવાઝોડા સાથે રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો થશે. પવનની ગતિને લઈને પણ હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પવન ફૂંકાશે. જેમાં પ્રતિ કલાક 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથમાં 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 13મી જૂને સુરેન્દ્રનગર સહિત દક્ષિણ ગુજરાતના શહેરમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં પ્રતિ કલાક 70 કિમીની ઝડપે પવન ફુંકાવાનો છે. 14મી જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢમાં 65થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 15 જૂને કચ્છ સહિત દ્વારકા અને જામનગરમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15 જૂને મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફુંકાશે તો બીજી તરફ પોરબંદર અને રાજકોટમાં 80થી 100 કિમીની ઝડપે અને જુનાગઢ અને ગીરસોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે પવન ફુંકાશે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 12, 2023 09:10 PM