Navsari: જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામ ખાતે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયાથી નજીક આવેલું બોરસી ગામમાં પાંચથી સાત મીટર ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દરિયાના પાણી ગામમાં પ્રવેશે એવી સંભાવના ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે. જેને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગામના લોકોએ અહીં પ્રોટેક્શન વોલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ ન બનાવતા લોકોએ ભયના નેજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું, જુઓ Video
દરિયાની મોટી ભરતીમાં આ ગામના અસ્તિત્વ સામે સવાલો હાલ ઉઠી રહ્યા છે ત્યારે સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારીના બોરસી માછીવાડ ગામના દરિયા કિનારે ભારે મોજા ઉછડી રહ્યા છે અને કરંટ પણ જોવા મળી રહ્યો હતો. હાલમાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે.
કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. આ અંગે આઇએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, Cyclone Biparjoy જખૌથી 70 કિમી દૂર છે. જે ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.જેના લીધે ભારે વરસાદ ચાલુ છે અને લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ છે. સમુદ્ર તટ પર 115થી 125ની સ્પીડ સાથે બિપરજોય ટકરાશે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો