Gujarat Video: કચ્છમાં 15 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે, બપોર બાદ કરાશે કાર્યવાહી, 187 આશ્રય સ્થાનમાં રખાશે
Cyclone Biparjoy: સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરુ

Follow us on

Gujarat Video: કચ્છમાં 15 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે, બપોર બાદ કરાશે કાર્યવાહી, 187 આશ્રય સ્થાનમાં રખાશે

| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:45 AM

Kutch-Bhuj, Cyclone Biparjoy: કચ્છ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મંગળવારે બપોર બાદ વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

 

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા હવે આખરી તબક્કાની તૈયારીઓ અને સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાથી જાન-માલને નુક્શાન ના થાય એ માટે થઈને શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 6730 લોકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 4509 જેટલા અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 187 આશ્રય સ્થળો પર સલામત રીતે રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

15 હજારથી વધારે લોકોને સ્થળાંતર કરવામાં આવી શકે છે. આ માટે ફૂડ પેકેટ અને મેડિકલની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આશ્રય સ્થાનો પર ફુડ પેકેટ અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સલામત સ્થળે લોકોને ખસેડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવાર બપોરે વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગારી હાથ ધરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Gujarat Video: અમિત શાહ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના ધારાસભ્યો અને કલેકટર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 13, 2023 11:40 AM