Cyclone Biparjoy: જૂનાગઢમાં વાવાઝોડા પહેલા તંત્રની સુચના હોવા છતા મોટી બેદરકારી, 15 જેટલી ગર્ભવતી મહિલા સહિત 700 લોકોનો દરિયાકિનારે વસવાટ, જુઓ VIDEO

|

Jun 12, 2023 | 8:15 PM

Cyclone Biparjoy: જૂનાગઢમાં તંત્રની સુચના હોવા છતા મોટી બેદરકારી દાખવવામાં આવી છે. શીલ બંદર પર 15 જેટલી ગર્ભવતી મહિલાઓ સહિત 700 લોકો હજુ દરિયાકિનારે વસવાટ કરી રહ્યા છે. હાલમાં વાવાઝોડાના ખતરાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) પગલે તંત્ર સક્રીય થયું છે. ત્યારે પ્રભાવિત થઈ શકે તેવી જગ્યા પર લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે માંગરોળના શીલ બંદરે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે અહીં તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી. સાથે જ દરિયા કિનારે રહેતા લોકો પણ પોતાનું ઘર છોડવા માંગતા નથી. 700 જેટલી વસ્તી પર હાલ ખતરો તોળાઈ રહ્યો છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે, જુઓ Video

ત્યારે જૂનાગઢમાં તંત્રની સુચના હોવા છતા મોટી બેદરકારી દાખવવામાં આવી છે. શીલ બંદર પર 15 જેટલી ગર્ભવતી મહિલાઓ સહિત 700 લોકો હજુ દરિયાકિનારે વસવાટ કરી રહ્યા છે. હાલમાં વાવાઝોડાના ખતરાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના પાણી લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે, ત્યારે આ પ્રકારની બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video