Cyclone Biparjoy: પોરબંદર શહેરમાં ફુંકાઇ રહ્યો છે ભારે પવન, દરિયામાં તબાહીના દ્રશ્યો, જુઓ Video

|

Jun 12, 2023 | 10:46 PM

પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. પોરબંદર શહેરમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. જેને લઈ દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Cyclone biparjoy: પોરબંદર શહેરમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને કારણે શહેરમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. એટલું જ નહીં દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. જેને લઇ દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયા કિનારે લોકોના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. દરિયા કિનારે અને નદી કિનારેથી લોકોને દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ જો કોઇ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે તો તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારે પવન વચ્ચે ઇન્ડિયન કોસ્ટગાર્ડે 26 લોકોને કર્યા એરલિફ્ટ, દ્વારકાથી ઓખા સલામત સ્થળે ખસેડાયા, જુઓ Video

ખાસ કરીને NDRFની ટીમ સુભાષનગર વિસ્તારમાં પહોંચી છે. સુભાષનગર વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. NDRFની ટીમે કરી આ વિસ્તારમાં ફરી પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર માટે સમજાવાયા હતા. આ માટે NDRF અને પોલીસે સ્થાનિક આગેવાનોની મદદ લીધી. લોકોને સમજાવીને ઘર ખાલી કરવાની કરી અપીલ કરી હતી.

પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:45 pm, Mon, 12 June 23

Next Video