Indian Coast Guard Rescue: ભારે પવન વચ્ચે ઇન્ડિયન કોસ્ટગાર્ડે 26 લોકોને કર્યા એરલિફ્ટ, દ્વારકાથી ઓખા સલામત સ્થળે ખસેડાયા, જુઓ Video

Indian Coast Guard Rescue: ભારે પવન વચ્ચે ઇન્ડિયન કોસ્ટગાર્ડે 26 લોકોને કર્યા એરલિફ્ટ, દ્વારકાથી ઓખા સલામત સ્થળે ખસેડાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:30 PM

ICG હેલિકોપ્ટરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા કિનારે લગભગ 50km દૂર એક ખાનગી કંપનીના ઓઇલ કંપનીમાં કામ કરતા 26 કર્મચારીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડયા

Cyclone Biparjoy Updates : હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું આગામી 15 જૂનના રોજ કચ્છના માંડવી અને જખૌ પોર્ટની વચ્ચે ટકરાય તેવી સંભાવનાઓ વ્યાકત કરવામાં આવી રહી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 11 કર્મચારીઓને એરલિફ્ટ કર્યા છે.  જે દ્વારકા નજીક ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત ઓઇલ રિગમાંથી અરબી સમુદ્રમાં તીવ્ર પવનો અને અરબી સમુદ્રમાં ભારે ભરતીની સ્થિતિ વચ્ચે ફસાયા હતા.

મહત્વનુ છે કે ચક્રવાત ‘બિપોરજોય’ જે આગામી સમયમાં ગુજરાતને ટકરાવાનું છે. જે વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 26 કર્મચારીઓને એરલિફ્ટ કરીને દ્વારકાથી ઓખા લઇ જવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. એક ICG હેલિકોપ્ટર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા કિનારે લગભગ 50km દૂર, એક ખાનગી કંપનીના ઓઇલ રિગમાં કામ કરતા 11 કર્મચારીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.

આ પણ વાંચો : NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

વાવાઝોડાની પરિસ્થિતિને કારણે દેવભૂમિ દ્વારકા સહિત કાંઠા વિસ્તારના જિલ્લાઓમા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. મહત્વનુ છે કે દેવભૂમિ દ્વારકામાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની વહીવટીતંત્ર સાથે બેઠક કરી વાવાઝોડાની તૈયારીઓ અંગે કરી ચર્ચા પણ કરી હતી. લોકોને દરિયાકાંઠાનો પ્રવાસ ન કરવા અપીલ કરી હતી. 2 હજારથી વધુ લોકોનું કરાયું સ્થાળાંતર પણ કરાયું છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 12, 2023 08:51 PM
g clip-path="url(#clip0_868_265)">