Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ગીરસોમનાથમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ખેતરો થયા જળબંબાકાર, જુઓ Video

Gir Somnath: બિપરજોય વાવાઝોડાની અસર થતા ગીરસોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાને ભારે નુકસાન થયુ છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

| Edited By: | Updated on: Jun 13, 2023 | 9:50 PM

Gir Somnath: રાજ્યમાં બિપરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) ની અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ઉંચા ઉંચા વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમા સૂત્રાપાડામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. સૂત્રાપાડામાં એકસાથે 8 ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વસાદી પાણી બરાતા ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ખેતરો પાણીમાં ગરકાવ

ખેતરમાં ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન ગયુ છે. ભારે વરસાદને કારણે ચોતરફ પાણી જ પાણીના દૃશ્યો સામે આવ્યા છે. પહેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ પાક પર પાણી ફેરવી દીધુ હતુ. ત્યારે ફરી ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે અને હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે.

આ પણ વાંચો : Gir Somnath: વાવાઝોડાએ સર્જી તારાજી, વેરાવળમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ Video

ગીર સોમનાથ અને વેરાવળમાં ગત રાત્રે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાળીયેરીના પાકને ભારે નુકસાન થયુ છે. વર્ષોથી ઉછેરેલી નાળીયેરી તોફાની પવનને કારણે ધરાશાયી થઈ છે. કેટલાક સ્થળે આખે આખા વૃક્ષોનો સોથ વળી ગયો છે. જેથી ચોમાસા પહેલા જ ખેડૂતોની મુશ્કેલી વધી છે. બીપરજોય વાવાઝોડું હવે વધુ નુકસાન ન વેરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો