Gir Somnath: વાવાઝોડાએ સર્જી તારાજી, વેરાવળમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ Video
ગીરસોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
Cyclone Biparjoy: વેરાવળમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને પણ હાલાકી પડી રહી હતી. તો આ તરફ ગીર સોમનાથમાં (Gir Somnath) વાવાઝોડાને કારણે વેરાવળની દેવકા નદીમાં સમુદ્રનું પાણી ફરી વળ્યા છે. બે થી ત્રણ ગામમાં પસાર થતી દેવકા નદી ખારા પાણીથી ભરાઈ ગઈ છે. નદીમાં સમુદ્રના પાણી ચાર કિલોમીટર સુધી ફરી વળ્યા જેને લઈને નદીના પાણીમાં પણ ખારાશ આવી ગઈ છે.
આ પણ વાંચો : રાજ્યના કેટલાક સ્થળોએ વરસી શકે છે અતિભારે વરસાદ, જુઓ Video
કચ્છ દ્વારકા સહિત પોરબંદરના દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા છે, દરિયાના રોદ્ર સ્વરૂપને જોતાં લોકોને દરિયા તરફ ન જવાની અપીલ કરાઈ છે. તો બીજી તરફ દ્વારકાના દરિયાની પણ સ્થિતિ એવી જ છે. 20 ફૂટથી વધુ ઉંચા મોજાં ઉછળતા ભેખડ ધસી પડી હતી. આ તરફ જૂનાગઢના માંગરોળમાં દરિયાની સ્થિતિ જોવા લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
દરિયાને શાંત પાડવા દરિયાદેવની કરાઈ પૂજા
અમરેલીના રાજુલામાં દરિયાને શાંત પાડવા પ્રાર્થના કરાઈ. જાફરાબાદના દરિયામાં 20 ફૂટ ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો દરિયો પણ ગાંડો થયો છે. સુરતના સુવાલી દરિયામાં બિપોરજોયની અસરને કારણે ભારે કરંટ છે. આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આબવી છે. પરંતુ આ પહેલાજ ગીર સોમનાથમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ઠેર ઠેર પાણી પાણી ફરી વળ્યા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો