Cyclone Biparjoy : પોરબંદરમાં ચોપાટી સહેલાણીઓ માટે બંધ કરાઇ
પોરબંદરમાં ચોપાટી સહેલાણીઓ માટે બંધ રખાશે.તો બીજી બાજુ પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે..વાવાઝોડાની અસર હેઠળ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસરને લઇને પોરબંદરથી(Porbandar) મોટા સમાચાર આવ્યા છે.પોરબંદરની ચોપાટી સહેલાણીઓ માટે બંધ કરાઇ છે.ચોપાટીના પ્રવેશના તમામ દરવાજા બહાર બેરિકેટીંગ લગાડવામાં આવ્યું છે.જ્યાં સુધી વાતાવરણ સ્થિર નહિ થાય ચોપાટી સહેલાણીઓ માટે બંધ રખાશે.તો બીજી બાજુ પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે..વાવાઝોડાની અસર હેઠળ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા છે.