Rajkot : સાયબર અવેરનેસ માટે પોલીસનું અનોખુ આયોજન, ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં યોજ્યો સાયબર ડાયરો

| Updated on: Dec 21, 2025 | 4:50 PM

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા એક નવીન અને અસરકારક પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ગામડાઓમાં સાયબર જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સ્થાનિક ભાષામાં “સાયબર ડાયરો” તરીકે ઓળખાવવામાં આવે છે.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આયોજિત આવા જ એક કાર્યક્રમમાં ગ્રામજનોને સાયબર ફ્રોડના વિવિધ પ્રકારો વિશે સરળ અને સમજણભરી માહિતી આપવામાં આવી. ડિજિટલ માધ્યમથી થતી છેતરપિંડી, અજાણ્યા નંબરોથી આવતા કોલ કે મેસેજ, લોભામણી લિંક્સ, ખોટી ઓફરો અને OTP જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાથી થતા જોખમો અંગે લોકોને સતર્ક કરવામાં આવ્યા.

શું છે સાયબર ડાયરો?

પોલીસ અધિકારીઓએ ખાસ કરીને સમજાવ્યું કે સાયબર ગઠિયાઓ કયા કયા ઉપાયો દ્વારા સામાન્ય લોકોને પોતાના જાળમાં ફસાવે છે અને આવી સ્થિતિમાં તરત શું પગલાં લેવા જોઈએ. સાથે સાથે, શંકાસ્પદ મેસેજ કે કોલ કરનારાઓને કેવી રીતે બ્લોક કરવા, ફરિયાદ ક્યાં અને કેવી રીતે નોંધાવવી, તેમજ પોતાનો ડિજિટલ ડેટા સુરક્ષિત રાખવા માટેના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લોકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી જાણકારી અને આત્મવિશ્વાસ આપવામાં આવ્યો, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ વધે અને સાયબર ફ્રોડના બનાવો પર અસરકારક રીતે અંકુશ આવી શકે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો