ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો, છેલ્લા 20 દિવસમાં 300 રૂપિયાનો ઘટાડો- Video

|

Feb 03, 2025 | 7:10 PM

જીરાના સતત ઘટતા ભાવથી ખેડૂતોની ચિંતા વધી છે. જીરાના હબ તરીકે જાણીતા ઊંઝામાં જીરાના ભાવમાં છેલ્લા ત20 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 20 દિવસમાં એક મણ જીરાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

એશિયામાં જીરા , વરિયાળી ના હબ તરીકે જાણીતા મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં દિવસેને દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો. જેમાં છેલ્લા 10 દિવસમાં 1 કિલો જીરાના ભાવમાં 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.. નવા વર્ષના પાકને લઈ સકારાત્મક ધારણાંઓ અને અનુકૂળ વાતાવરણને કારણે બજારમાં જીરાનો ભાવ ઘટ્યો. જોકે આવનારો દિવોસમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. મહત્વનું છે કે 10 દિવસ પહેલા જીરાનો ભાવ 4 હજાર 800 રૂપિયા હતો. જે ઘટીને હાલ 4 હજાર 500 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે.

યાર્ડના વેપારીના જણાવ્યા અનુસાર ઓક્સપોર્ટ જીરાની ઘરાકી ડિસેમ્બર મહિનામાં સારી રહી હતી. વેસલનો ટ્રાન્જીટ પિરિયડ 15 દિવસમાં પુરો થાય છે. 25 થી 30 દિવસે વેસલ પહોંચે છે. હવે બાંગ્લાદેશની ડિમાન્ડ આવવાની બાકી છે. અને છેલ્લા 10 દિવસથી ચીન રજા પર છે. આથી એક્સપોર્ટની ઘરાકી ઘણી ઓછી જોવા મળી રહી છે. જો કે ભાવમાં ઘટાડો થવાથી જીરાના ખેડૂતોની ચિંતા જરૂરથી વધી છે.

આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો