અમદાવાદ વીડિયો : 4.56 કરોડના ખર્ચે બનાવેલા લાંભા વોર્ડના તળાવની દુર્દશા, વોક વે અને પ્લે એરિયા પાણીમાં ગરકાવ

| Edited By: | Updated on: Dec 16, 2023 | 1:39 PM

AMCના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં વર્ષ 2021માં 4.56 કરોડના ખર્ચે બનાવાયેલું તળાવ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. જે તળાવને વિકાસનો ઢોળ ચડાવવામાં આવ્યો તે તળાવ હાલ અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે.

અમદાવાદ: પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી AMCના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદમાં વર્ષ 2021માં 4.56 કરોડના ખર્ચે બનાવાયેલું તળાવ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. જે તળાવને વિકાસનો ઢોળ ચડાવવામાં આવ્યો તે તળાવ હાલ અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે.

વર્ષ 2021માંલાંભા તળાવનું કરોડો રૂપિયા ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું.જો કે હાલ અહીં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થયું હોય તેવુ જોવા મળી રહ્યુ છે. વર્ષ 2021માં તત્કાલીન મેયર બીજલ પટેલના હસ્તે જે તળાવને ખુલ્લુ મુકાયું તે તળાવની હાલ દુર્દશા થઇ છે. આ સ્થિતિ પાછળ મનપાના બેદરકાર અધિકારીઓ જવાબદાર જણાઇ રહ્યા છે.

આ પણ વાંચો-વડોદરાઃ મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં રૂપિયા 14 લાખની 21 કિલો ચાંદીની ચોરી, જુઓ વીડિયો

હાલ તળાવમાં સિંચાઇનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને ટ્રિટમેન્ટ વોટરનો પ્રવાહ ચાલુ રખાયો છે. જેના પગલે તળાવ ગંદકીથી ઉભરાયું છે અને કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા વોક વે સહિત પ્લે એરિયા પાણીમાં ગરકાવ થયો છે. એટલે કે બેદરકારીના પાણી તળાવ પર ફરી વળ્યા છે.પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે તંત્રના વાંકે આ સ્થિતિ સર્જાઇ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો