કમોસમી વરસાદ એ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. હાલ ભર ઉનાળે છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ડભોઇ તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ છે. અચાનક તૂટી પડેલા વરસાદથી તૈયાર થયેલો મહામોંઘો પાક બગડી ગયો છે. મહત્વનુ છે કે આ અંગે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોમસી વરસાદ બાબતે આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરામાં ચાઇનીઝ એપથી અનેક લોકો સાથે ફ્રોડની ફરિયાદ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
ખેડૂત પોતાનો પાક ખેતરમાં તૈયાર થાય ત્યાર બાદ તેની લળણીની રાહ જોતો હોય છે. પરંતુ ખેડૂતોનો કાળ બનીને વર્ષી રહેલો વરસાદ ખેતરમાં ઉભો પાક અને કાપણી બાદ પાથરી રાખેલા તૈયાર પાકને ભારે નુકસાન પહોચાડી ગયો છે. ખાસ કરીને મકાઈ, બાજરી, એરંડા, કપાસ, તેમજ ઘાસચારાને માવઠાથી ભારે નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. કેટલાક સ્થળે પાકની ગુણવત્તા નબળી પડી છે. જેથી આવી જણસીના ધારણા કરતા ઓછા ભાવ મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાક પલળવાને કારણે ડભોઈના ગામડાઓના ખેડૂતોને હાલાકી ભોગ્વ્વાનો વારો આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:04 am, Tue, 2 May 23