Gujarati Video : બોટાદના ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો

Gujarati Video : બોટાદના ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 11:14 PM

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે.ત્યારે બોટાદ શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગુજરાતમાં ઉનાળા દરમ્યાન બદલાયેલા વાતાવરણ વચ્ચે બોટાદના ગઢડામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો છે. જેમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા તો બીજી તરફ સતત વરસાદને કારણે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે.જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે.ત્યારે બોટાદ શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">