Ahmedabad : દધિચી બ્રિજ પરના પિલરની વચ્ચે જોવા મળ્યા જોખમી દ્રશ્યો, બે વ્યક્તિ જોખમી રીતે કરી રહ્યા હતા માછીમારી, જૂઓ Video

દધિચી બ્રિજ (Dadhichi Bridge) પરથી યુવકોનો જોખમી વીડિયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યુ છે કે કેટલાક યુવકો બ્રિજના વચ્ચોવચ્ચ આવેલા પિલર પર જોખમી રીતે પહોંચ્યાં છે અને જીવના જોખમે નદીની વચ્ચેના પિલર પર બેસી માછીમારી કરી રહ્યાં છે.

| Edited By: | Updated on: Aug 26, 2023 | 4:15 PM

Ahmedabad : અમદાવાદ શહેરમાં ફરી એકવાર જોખમી દ્રશ્યો સામે આવ્યાં છે. સાબરમતી નદી (Sabarmati river) પર આવેલા શહેરના દધિચી બ્રિજ (Dadhichi Bridge) પરથી યુવકોનો જોખમી વીડિયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યુ છે કે કેટલાક યુવકો બ્રિજના વચ્ચોવચ્ચ આવેલા પિલર પર જોખમી રીતે પહોંચ્યાં છે અને જીવના જોખમે નદીની વચ્ચેના પિલર પર બેસી માછીમારી કરી રહ્યાં છે. જો કે સવાલ એ થાય છે કે આ વ્યક્તિઓ પિલરના વચ્ચેના ભાગ સુધી પહોંચ્યા કેવી રીતે. સાથે જ એવુ પણ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક નાની ભૂલ પણ યુવકોના જીવને જોખમમાં મુકી શકે છે.  આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad: અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતા સ્વીટ માર્ટમાં હાથ ધરાયુ ચેકિંગ, જુઓ Video

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો