Dahod : એસ.ટી.સ્ટેન્ડ પર કોરોનાના નિયમો ભુલાયા, સરકારી કર્મચારીઓએ પણ નિયમ તોડયા

|

Jan 13, 2022 | 10:16 AM

દાહોદ એસ.ટી. સ્ટેન્ડ પર લોકો કોરોના નિયમોનો ભંગ કરતાં જોવા મળી રહ્યા છે. જેમાં એસ. ટી તંત્ર દ્વારા પણ કોરોના નિયમોના પાલન માટે માત્ર બોર્ડ મારવામાં આવ્યા છે.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા સમયે રાજ્યના જાહેર સ્થળો પર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. જેમાં દાહોદ(Dahod)એસ.ટી. સ્ટેન્ડ પર લોકો કોરોના નિયમોનો ભંગ કરતાં જોવા મળી રહ્યા છે. જેમાં એસ. ટી તંત્ર દ્વારા પણ કોરોના નિયમોના પાલન માટે માત્ર બોર્ડ મારવામાં આવ્યા છે. પરંતુ તેના અમલ માટે કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તેમજ એસ.ટી બસનો સ્ટાફ પર કોરોના નિયમોને ભૂલી ગયો તેમ લાગે છે. તેમજ બસ સ્ટેન્ડ પર મુસાફરી પર આવતા પ્રવાસીઓ પણ કોરોના ગાઈડ લાઇનનો અમલ કરતાં નથી. જેમાં મુસાફરો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને ભૂલ્યા હોય તેમ લાગે છે.

ઉલ્લેખનીય છે કે,  આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વડોદરાના ડભોઇમાં એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.ડભોઇ એસ.ટી.ડેપોમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યાં છે.દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે કોરોના ગાઈડલાઈનના કેવી ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યાં છે.લોકો તો બેદરકારી દાખવી જ રહ્યાં છે પરંતુ કર્મચારીઓ પણ માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યાં છે.

એટલું જ નહીં બસમાં મુસાફરોને બેસાડવામાં સામાજિક અંતરના નિયમનું પણ પાલન નથી કરવામાં આવી રહ્યું.એસ.ટી.કર્મચારીઓ વેક્સિન સર્ટિફિકેટનું પણ ચેકિંગ કર્યા વિના બસમાં મુસાફરી કરાવી રહ્યાં છે. આમ એસ. ટી સ્ટેન્ડ પર જ સરેઆમ કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળી રહ્યો છે. તેમજ વડોદરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : ચારૂસેટ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં 41 ગોલ્ડ મેડલ એનાયત કરાયા

આ પણ વાંચો :  Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

Published On - 9:59 am, Thu, 13 January 22

Next Video