દેશમા કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે સમી ગઇ છે માંડવિયાએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં નહીવત્ સારવાર લેવી પડી છે
દેશમાં ચાલી રહેલી કોરોના(Corona) મહામારી વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ(Mansukh Mandaviya) સારા સંકેત આપ્યા છે. મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third Wave) હવે સમી ગઇ છે માંડવિયાએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં નહીવત્ સારવાર લેવી પડી છે.કારણ કે, દેશમાં 96 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 77 ટકા લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.મનસુખ માંડવિયાએ કહ્યું કે હોસ્પિટલમાં અને તબીબો પાસે રસી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે
કેન્દ્ર સરકારના બે કેબીનેટ મંત્રી અને ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા તથા પુરૂષોતમભાઇ રૂપાલા બે દિવસ ગુજરાતની મુલાકાત પર છે. રાજકોટ આવેલા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશના 96% નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.છતાંય જે રીતે સેકન્ડ વેવમાં દવાની ખપત 3 ગણી વધી હતી એ જ રીતે થર્ડવેવમાં દવાની ખપત 4 ગણી વધી છે.
જેથી બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં સારવાર નહિવત લેવી પડી છે. વધુમાં જણાવ્યું હતું કે,સેકન્ડ વેવના સીરો સર્વેમાં દેશમાં 67 ટકા લોકોને એન્ટિબોડી થઇ ચૂકી હતી.
આ પણ વાંચો : કચ્છ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરા વર્લ્ડ હેરીટેજ સાઇટમાં વિકાસની સમીક્ષા કરી
આ પણ વાંચો : Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો