પંચમહાલ જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તડામાર તૈયારીઓ, ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી

|

Dec 28, 2021 | 8:30 AM

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે આરોગ્ય વિભાગ તૈયારીઓમાં લાગી ગયુ છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનની સારવાર કરવા શરૂઆતમાં અલાયદો 10 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે.

Corona in Godhra: ગુજરાત રાજયમાં કોરોનાના વધતા કેસને પગલે આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઇ ગયુ છે. ઓમિક્રોન વેરિએન્ટ (Omicron) ઝડપી ફેલાઇ રહ્યો હોવાથી પંચમહાલમાં (Panchmahal) કોરોનાના કેસો આગામી સમયમાં આવવાની શકયતાઓ સેવાઇ રહી છે. જેને લઇને આરોગ્ય વિભાગ કોરોના સામે લડવાની તૈયારીઓમાં લાગી ગયુ છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં  (Godhra Civil Hospital) નવા વેરિયન્ટ ઓમિક્રોનની સારવાર કરવા શરૂઆતમાં અલાયદો 10 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે.

ત્યારે બીજી લહેર વખતે ઓક્સિજનની ભારે કિલ્લત થવા પામી હતી. જેને લઇને સંભવિત કોરોનાની ત્રિજી લહેરમાં 5.5 ટન ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી છે. 13 સીએચસી, 50 પીએચસી તથા 6 અર્બન હેલ્થ સેન્ટરોમાં ત્રીજી લહેરનો મુકાબલો કરવા એક સીએચસી સેન્ટરમાં 30 બેડ અને એક પીએચસી સેન્ટરમાં 6 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

સિવિલમાં 100 વેન્ટિલેટરવાળા બેડ તૈયાર છે અને જો પરિસ્થિતિ બગડે તો 400 બેડ સુધીની સુવિધા તાત્કાલિક ઉભી કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેમાં 314 ઓક્સિજન બેડ અને 86 નોન ઓક્સિજન બેડ છે. સિવિલ હોસ્પિટલ સાથે નર્સિંગ કોલેજમાં તાત્કાલીક સુવિધાઓ ઉભી કરવા સુધીની તૈયારીઓ આરોગ્ય વિભાગે કરી છે.

 

આ પણ વાંચો: 15 થી 18 વર્ષના તરૂણોના વેક્સિનેશનની ગાઈડલાઈન: જાણો કેન્દ્ર સરકારે જાહેર કરેલી મહત્વની બાબતો

આ પણ વાંચો: Aravalli: હવામાન વિભાગની આગાહીને કારણે આટલા દિવસ મેઘરજ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ

Next Video