ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ (Hawala scam) કેસના મુખ્ય આરોપી મોહમ્મદ હુસેન મન્સૂરી, ભરૂચના આમોદના સાજીદ પટેલ અને યુસુફ પટેલના જામીન વડોદરાની (Vadodara) કોર્ટે મંજૂર કર્યા છે. આરોપીઓને 25 હજારના બોન્ડ પર શરતી જામીન અપાયા છે. આ ત્રણેય આરોપીઓને (Accused ) ભારત નહીં છોડવા અને મોબાઈલ નંબર તપાસ અધિકારીને આપવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મૌલાના ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અન્ય બે આરોપીના જામીન ફગાવાતા હવે આ આરોપીઓ હાઈકોર્ટમાં અરજી કરશે.
આ કેસમાં ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા માટે સલાઉદ્દીન શેખ સહિતના આરોપીઓને છેલ્લા 5 વર્ષમાં હવાલા અને મની લોન્ડરિંગ મારફતે રૂ.79 કરોડ મળ્યાં હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી. જેમાંથી 60 કરોડ દુબઇથી હવાલા મારફતે મળ્યા હતા. તેમજ રૂ.19 કરોડ સલાઉદ્દીને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચેકથી મેળવ્યાં છે. સલાઉદ્દીન શેખ આણી મંડળીએ રૂ.7 કરોડ ગુજરાતની 8 સહિત દેશની 103 મસ્જિદોમાં ફંડીગ કર્યું હતુ. સલાઉદ્દીન શેખ અને તેની ગેંગના જમ્મુ-કાશ્મીર,ભરૂચ અને સુરતમાં પણ કોન્ટેક્ટ હોવાનું બહાર આવ્યું હતુ.
આરોપીઓએ 5 વર્ષમાં દુબઇથી હવાલા મારફતે 60 કરોડ મેળવ્યા હતા. જયારે યુ,કે, યુએસએ,યુએઈ અને દુબઈથી રૂ.19 કરોડ આફ્મી ટ્રસ્ટે એફસીઆરએ થકી રિસિવ કર્યાં હતા. ટ્રસ્ટમાંથી ચેક વગર પેમેન્ટ મળી શકે તેમ ન હતું. જેથી વેપારીઓ પાસેથી બોગસ બીલ લઇ ચેકના બદલામાં રોકડ સલાઉદ્દીને મેળવી હતી. જેનો ગેરકાનુની ગતિવિધીઓમાં ઉપયોગ કરતો હતો. આ રોકડના ઉપયોગ થકી જ સલાઉદ્દીન ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવતો હતો. જે બાબતે યુ.પી એટીએસ દ્વારા ફરિયાદ પણ નોંધાઇ હતી.
આ પણ વાંચો- Rajkot: હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચવાનો પર્દાફાશ, આરોગ્ય વિભાગે અખાદ્ય રાઇનો જથ્થો જપ્ત કર્યો