વેલેન્ટાઇન ડેના દિવસે 8 વર્ષથી વિખુટા પડેલા પતિ-પત્નીનું મિલન, પત્ની ભાવુક થઇ રડી પડી, જુઓ દ્રશ્યો
વેલેન્ટાઇન ડેના સપ્તાહમાં જ બિહારના ધંબોલી ગામમાં રહેતા પતિ અને પત્ની એકબીજાથી વિખુટા થઇ ગયા હતા. 8 વર્ષથી પત્ની અંજુબેન વિખુટા પડેલા પતિની શોધ કરી રહ્યા હતા. જો કે તેમને તેમના પતિ વિશે કોઇ જાણકારી મળી ન હતી.
વેલેન્ટાઇન ડે (Valentine’s Day)ના દિવસે 8 વર્ષથી વિખુટા પડેલા પતિ-પત્ની (Husband-wife)નું મિલન થયુ છે. વર્ષ 2015માં વેલેન્ટાઈન વીકમાં વિખુટું પડેલું દંપતી વર્ષ 2022માં વેલેન્ટાઇન-ડેના દિવસે એક બીજાને મળ્યા છે. 8 વર્ષ સુધી રાહ જોયા બાદ પતિની સાથે મુલાકાત (meeting)થતા પત્નીની આંખોમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશનમાં દંપતીના મિલનનો પ્રસંગ જોઇને સૌ કોઇ ભાવુક થઇ ઉઠ્યા હતા.
વાત વર્ષ 2015ની છે. જ્યારે વેલેન્ટાઇન ડેના સપ્તાહમાં જ બિહારના ધંબોલી ગામમાં રહેતા પતિ અને પત્ની એકબીજાથી વિખુટા થઇ ગયા હતા. પ્રાથમિક રીતે મળતી માહિતી પ્રમાણે પતિ વિલોક યાદવ માનસિક અસ્થિર છે. 8 વર્ષથી પત્ની અંજુબેન વિખુટા પડેલા પતિની શોધ કરી રહ્યા હતા. જો કે તેમને તેમના પતિ વિશે કોઇ જાણકારી મળી ન હતી. જો કે તાજેતરમાં જ હિંમતનગર રેલવે સ્ટેશન પર કેટલાક લોકોને અસ્થિર મગજનો યુવક દેખાયો હતો. લોકોએ રેલવે પોલીસને આ અંગે જાણ કરી હતી. બાદમાં રેલવે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં યુવકે પોતાનું નામ વિલોક યાદવ હોવાનું અને પોતે બિહારનો હોવાનું જણાવ્યુ હતુ.
હિંમતનગર રેલવે સ્ટેશન પર મળેલા યુવકે તેનું નામ અને સરનામું જણાવતા રલવે પોલીસે બિહારમાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. પતિ મળી ગયા હોવાની જાણ થતા પત્નીના ખુશીનો પાર રહ્યો ન હતો. સમાચાર મળતા જ પત્ની અંજુબેન પરિવાર સાથે તાત્કાલિક હિંમતનગર પહોંચ્યા હતા. પતિ વિલોક યાદવને 14 ફેબ્રુઆરી 2022ના રોજ અંજુબેન મળ્યા. પતિને 8 વર્ષ બાદ જોઇને પત્નીના આંખોમાંથી ખુશીની આંસુ વહેવા લાગ્યા હતા.
આ પણ વાંચો-
સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી
આ પણ વાંચો-