વડોદરા: દેવ ડેમ કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા, MLA ની ફરિયાદ છતાં પેમેન્ટ ચૂકવાતા સાંસદ હેમાંગ જોશી લાલઘૂમ
વડોદરા જિલ્લા સંકલનની બેઠકમાં દેવ ડેમ કેનાલનો મુદ્દો જોરશોરથી ગાજ્યો છે. વાઘોડિયાના ધારાસભ્યની લેખિત ફરિયાદ છતાં એજન્સીને પેમેન્ટ ચૂકવી દેવાતા સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જવાબદારો સામે કડક પગલાં લેવા આદેશ આપ્યા છે.
વડોદરા જિલ્લા સંકલનની બેઠકમાં દેવ ડેમ કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વાઘોડિયાના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલની કામગીરીમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાની ગંભીર ફરિયાદ કરી હતી. આશંકા છે કે નબળા બાંધકામને કારણે ચોમાસામાં કેનાલ તૂટશે તો પાણી શહેરમાં ઘૂસી જશે.
આશ્ચર્યની વાત એ છે કે ધારાસભ્યના વિરોધ છતાં જવાબદાર એજન્સીને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું. આ મામલે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ ધારાસભ્યના સૂરમાં સૂર પુરાવીને તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સાંસદે આ સમગ્ર પ્રકરણમાં બેદરકારી દાખવનાર અને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ તેમજ એજન્સી સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવા માટે વહીવટી તંત્રને કડક સૂચના આપી છે.
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની હાઈલેવલ બેઠક, ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ અને વિકાસ કામો ઝડપી કરવા આદેશ
Follow Us
Loading...
Unable to load recommendations.