Corona Case in Ahmedabad: રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચાર જ દિવસમાં કોરોના કેસનો આંકડો ચાર ગણો થઈ ગયો છે. 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1 હજાર 290 કેસ નોંધાયા છે. તો વધતા કેસના પગલે અમદાવાદ શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં (Micro Containment zone) મુકાયા છે. સૌથી વધુ રામોલના ગુલાબનગરના 28 ઘરોના 113 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મુકાયા.
તો ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ અને બોપાલના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર, સેટેલાઇટ, સાઉથ બોપલ અને શેલાના 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ સાથે પશ્ચિમ ઝોનના પાલડી, ન્યુ રાણીપ અને નવરંગપુરા 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા. મધ્ય ઝોનના શાહીબાગ અને શાહપુરના બે વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા.
દક્ષિણ ઝોનના મણિનગર અને ઘોડાસરના 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. પૂર્વ ઝોનના ભાઈપુરા, વસ્ત્રાલ અને રામોલના 3 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા. આજે 203 ઘરોના 761 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. હાલ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 86 થઇ છે.
આ પણ વાંચો: યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ ફરી દોડતું થયું તંત્ર: ઉર્જા વિભાગ ભરતી કૈભાંડ મામલે તપાસનો ધમધમાટ, જાણો વધુ માહિતી
આ પણ વાંચો: Ahmedabad: મુકબધીર પત્નીએ પતિ પર છરી વડે કર્યો હુમલો, પોલીસે પત્નીની કરી ધરપકડ, જાણો શું છે ઘટના