Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ, વિધાર્થીઓ અને સ્ટાફ સહિત 105 લોકો કોરોના સંક્રમિત

| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:11 PM

વડોદરા એમએસ યુનિવર્સિટીની   12 બોયઝ હોસ્ટેલના કુલ 270 વિદ્યાર્થીઓ પૈકી 141 વિદ્યાર્થીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાંથી 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે

ગુજરાતમાં  કોરોનાના(Corona)  કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના મહાનગરો ધીરે ધીરે કોરોના હોટ સ્પોટ બની રહ્યા છે. તેવા સમયે વડોદરાની(Vadodara)  એમએસ યુનિવર્સિટીની( MS University)  12 બોયઝ હોસ્ટેલના કુલ 270 વિદ્યાર્થીઓ પૈકી 141 વિદ્યાર્થીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાંથી 21 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.. સાથે હોસ્ટેલના વોર્ડન પણ કોરોના પોઝિટિવ મી આવ્યા છે… એટલે કે, હોસ્ટેલમાંથી 22 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે..આ તમામને યુનિવર્સિટીમાં બનાવવમાં આવેલ આઈસોલેશન વિંગમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બીજી તરફ હોસ્ટેલમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલની વાત કરવામાં આવે તો આજે 36 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ મળી આવી હતી. જ્યારે ગઈકાલે 36 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.

આમ એમએસ યુનિવર્સિટીમાં કુલ 105 જેટલા વિદ્યાર્થીઓ પ્રોફેસર અને સ્ટાફ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.આ જોતાં વાલીઓ અને સંચાલકોની ચિંતામાં ઓર વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ કોરોનાના કેસ વડોદરા માં નોંધાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં કોરોનાના નવા 3,094 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 89,440 ઉપર પહોંચી ગઈ છે અને વધુ 1,084 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં કુલ 77,281 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 624 દર્દીના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 11,535 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 11,291 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે 244 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 46 દર્દીઓ આઇસીયુમાં અને 79 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 12,376 દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ : AMCના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

આ પણ વાંચો : મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

Published on: Jan 21, 2022 05:38 PM