ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોંધાયા

|

Dec 23, 2021 | 8:28 PM

રાજયમાં  23 ડિસેમ્બરના રોજ નવા 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં  સૌથી વધુ 43 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં(Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોનાનો (Corona)  આંક સદી વટાવી ગયો છે. જેમાં રાજયમાં  23 ડિસેમ્બરના રોજ નવા 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad)  સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. સુરતમાં 17, રાજકોટમાં 11 વડોદરા 10, કચ્છ 05, વલસાડ 05, ખેડા 04, નવસારી 04, આણંદ 03, રાજકોટ 03, મહીસાગર 02, ભાવનગર 01, સાબરકાંઠા 01, સુરત જિલ્લામાં 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો હતો.

જ્યારે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 668 થઈ છે. તેમજ રાજ્યમાં કોરોના રીકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 78 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે કોરોનાથી બે લોકોના મોત થયા છે.

ગુજરાતના વડોદરામાં ઓમિક્રોન વિસ્ફોટ થયો છે. જેમાં વડોદરામાં વિદેશથી આવેલા સાત લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેના પગલે રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી છે.

જેમાં ઝામ્બિયાથી પરત આવેલા વ્યકિત ઓમીક્રોન પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા સાત લોકો હોમ આઇસોલેશન હેઠળ હતાઅને 15/12/2021 થી તેમની આરોગ્ય સ્થિતિ સતત દેખરેખ હેઠળ હતા. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા આ સાત લોકો ઓમીક્રોન પોઝિટીવ આવ્યા છે. આ બધા એસિમ્પટમેટિક છે. તેમજ તેમના રિપીટ ટેસ્ટિંગ અને હોસ્પિટલ આઇસોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો :  BHARUCH : ગ્રામ પંચાયતોનાં ચૂંટણી પરિણામ બાદ હારજીતના હિસાબ! ચૂંટણી અદાવતે મારમારીની 7 ઘટનામાં 32 ઘવાયા, 50 સામે ગુનો દાખલ થયો

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમિક્રોનને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, કહ્યું ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરાયો

 

Published On - 8:08 pm, Thu, 23 December 21

Next Video