સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર સમાજનું મહાસંમેલન યોજાયુ, રીત-રીવાજને લઈ વિચારો રજૂ કરાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વણકર સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. દિવાળી બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકોનુ સંમેલન મળ્યુ હતુ. હિંમતનગર સ્થિત મોડાસિયા કડવા પાટીદાર સમાજની વાડી ખાતે મળેલા સંમેલનમાં સમાજના આગેવાનો દ્વારા સમાજના રીત રીવાજ અને શિક્ષણને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર સમાજનું મહાસંમેલન હિંમતનગર ખાતે મળ્યુ હતુ. હિંમતનગર 27 પગરણાં સમાજના પ્રમુખ અને વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાની આગેવાનીમાં મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં સમાજના બાળકોના શિક્ષણ અને સમાજના કેટલાક રીત રિવાજને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સમાજના વિકાસ માટે સમય સાથે સુધારાઓ કરવા દરેકને માટે જરુરી હોય છે. આ માટે સમાજના આગેવાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ
સમાજના ગુરુજીઓ અને ધાર્મિક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને માર્ગદર્શન આપતી વાત રજૂ કરી હતી. મહાસંમેલન યોજીની આર્થિક વિકાસ, સામાજિક અને શૈક્ષણિક સહિત આરોગ્યને લઈને પણ ચર્ચાઓ કરવામા આવી હતી. જેના પર સમાજના આગેવાનો આગામી સમયમાં મહત્વના સુધારાઓ સાથે સમાજને વિકાસની દિશા તરફ આગળ વધારવા પ્રયાસ કરશે.