રાજકોટની સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ફેલાયો રોષ, જુઓ Video

|

Oct 28, 2024 | 1:51 PM

વીજ કંપનીની કચેરીમાં સત્યનારયણની કથા યોજાઈ હતી જેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. જે મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ સામ-સામે આવી ગયા હતા. સરકારી કચેરીમાં ધાર્મિક આયોજનને જયંત પંડ્યાએ કાયદાનો ભંગ ગણાવ્યો હતો.

રાજકોટના પારડી વીજ કંપનીની કચેરીમાં સત્યનારાયણની કથામાં યોજવા બાબતે મોટો વિવાદ થયો હતો. વિજ્ઞાન જાથાએ સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે. પારડી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં ચાલતી કથા બંધ કરાવી, જે બાદ બ્રહ્મ સમાજ અને વિજ્ઞાન જાથાઓ એકબીજાની સામ-સામે આવી ગયા હતા.

સત્યનારયણની કથા અધવચ્ચે અટકાવી

મળતી માહિતી મુજબ વીજ કંપનીની કચેરીમાં સત્યનારયણની કથા યોજાઈ હતી જેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. જે મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ સામ-સામે આવી ગયા હતા. સરકારી કચેરીમાં ધાર્મિક આયોજનને જયંત પંડ્યાએ કાયદાનો ભંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે સરકારી કચેરીયોમાં ધાર્મિક આયોજન બંધારણ અને લોકશાહીનો ભંગ છે.

બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ

કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા જયંત પંડ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓ પણ આ ઘટનાથી રોષમાં છે. ભાજપના યજ્ઞેશ દવેએ સો. મીડિયા પર પોસ્ટ મુકી રોષ ઠાલવ્યો છે. યજ્ઞેશ દવેએ પણ આ ઘટનાને વખોડી છે. તેમનું કહેવું છે કે જયંત પંડ્યા પોતાને બચાવવાના પ્રયાસ ન કરે. તેમની પાસે કથા બંધ કરાવ્યાના તમામ પુરાવા છે. કોઈની આસ્થા સાથે આ રીતે રમત કરવી યોગ્ય નથી. મુખ્ય પ્રધાનની ચેમ્બરમાં તેમજ સરકારી કચેરીઓમાં સત્યનારાયણની કથા થતી જ હોય છે

 

Next Video