Breaking News : Japan, Bangkok અને Bengaluru, ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

Breaking News : Japan, Bangkok અને Bengaluru, ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

| Updated on: Oct 30, 2026 | 12:18 PM

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના જાપાન, બેંગકોક અને બેંગલુરુ સહિતના પ્રવાસ ખર્ચ મુદ્દે ગંભીર આક્ષેપો થયા છે. સરકારી મંજૂરીની શરતોની અવગણના કરીને યુનિવર્સિટીના ભંડોળમાંથી રૂ. 14 લાખ સહિતનો ખર્ચ ચૂકવાયાનો દાવો છે.

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને તેમના મળતીયાઓના પ્રવાસ ખર્ચને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાપાન, બેંગકોક અને બેંગલુરુ સહિતના પ્રવાસ દરમિયાન થયેલો ખર્ચ ગુજરાત યુનિવર્સિટીના ભંડોળમાંથી ચૂકવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા વિદેશ પ્રવાસ માટે સ્પષ્ટ આદેશ હતો કે પ્રવાસનો ખર્ચ સરકાર કે યુનિવર્સિટી ભોગવશે નહીં. તેમ છતાં આ આદેશની અવગણના કરીને યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગોના ખાતામાંથી ખર્ચ નાખવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026ના જાપાન પ્રવાસમાં આશરે રૂ. 14 લાખનો ખર્ચ થયાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ધવલ શાહ અને સમીર શુક્લા જેવા વ્યક્તિઓની હવાઈ મુસાફરી, હોટેલ અને અન્ય ખર્ચ પણ યુનિવર્સિટીના ભંડોળમાંથી ચૂકવાયા હોવાના આક્ષેપો છે. માર્ચ 2026ના બેંગલુરુ પ્રવાસના ખર્ચ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલે હવે ગુજરાત યુનિવર્સિટીના નાણાંનો ઉપયોગ કયા નિયમો હેઠળ થયો અને શું આ ખર્ચની સત્તાવાર મંજૂરી હતી, તેવા પ્રશ્નો ઉભા થયા છે.

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો, જુઓ Video

Published on: Oct 30, 2026 12:16 PM
Follow Us
Loading...
Unable to load recommendations.