Vadodara : વડોદરામાં અટલ બ્રિજની ગુણવત્તાને લઈ ભાજપના જ બે ધારાસભ્યો વચ્ચે વિરોધાભાસ જોવાઈ રહ્યો છે. સંકલન સમિતિની બેઠક મળી જેમાં અટલ બ્રિજની ગુણવત્તાનો મુદ્દો ઉઠ્યો હતો. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે માગ કરી કે ચોમાસુ નજીક છે ત્યારે બ્રિજની સ્થિતિ જોયા બાદ પેમેન્ટ ચૂકવવુ જોઈએ. જો કે સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેનાથી વિપરીત સ્થિતિ વર્ણવતા સ્પષ્ટતા કરી કે અટલ બ્રિજ સામે કોઈ પ્રશ્ન કે ખતરો નથી. કેટલાક લોકો બિનજરૂરી વિવાદ ઉભો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Vadodara: સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video
અટલ બ્રિજ મુદ્દે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્પષ્ટતા કરી કે જે દિવાલ પડી છે તે ગંદકી ન ફેલાય તે માટેની પ્રોટેક્શન વોલ છે. તેને બ્રિજની સ્થિરતા અને મજબૂતી સાથે કોઈ લેવા દેવા નથી. રવિવારે પડેલા વરસાદમાં અટલ બ્રિજની સેફ્ટી વોલના બ્લોક તૂટી પડ્યા હતા. જેથી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો