જામનગર : મનપામાં કર્મચારીઓની ઘટનો મુદ્દો ઉછળ્યો, નવી એજન્સીને કામ સોંપાતા વિપક્ષે કર્યો ગંભીર આક્ષેપ

નવી એજન્સી સામે અધિકારી દ્વારા ભેદભાવ અને નિયમોના નામે કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે.એટલું જ નહીં સરકારના (Government Employe)નિયમ નેવે મુકી ઓછો પગાર ચૂકવાતો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:04 PM

જામનગર મહાનગર પાલિકામાં (Jamnagar Municipal Corporation) વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીની ઘટ પુરી કરવા એજન્સીને કામ સોંપવામાં આવતા વિવાદ થયો છે. વિપક્ષનો આક્ષેપ છે કે સત્તાધિશો કર્મચારીઓનું શોષણ કરી રહ્યાં છે. નવી એજન્સી સામે અધિકારી દ્વારા ભેદભાવ અને નિયમોના નામે કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સરકારના (Government Employe) નિયમ નેવે મુકી કર્મચારીઓને ઓછો પગાર ચૂકવાતો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ મનપાના નાયબ કમિશનરે વિપક્ષના તમામ આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે તમામ કામગીરી નિયમ મુજબ જ થઇ રહી છે. કર્મચારીના હિત માટે નિયમની કડક અમલવારી કરાવવામાં આવે છે.

મનપા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી

જામનગર શહેરમાં આગામી હાલ ચોમાસાની સિઝનને (Monsoon Season) ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો ભરાવો ન થાય, તેની તકેદારી રાખવાના ભાગરૂપે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અને શહેરના જુદા જુદા 11 જેટલા વિસ્તારોમાં કુલ 38 કિલોમીટર લંબાઈની કેનાલ કે જેની સફાઈ માટે 58 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને એક મહિનાના સમયગાળા દરમિયાન તમામ કેનાલોની સફાઈ પૂર્ણ કરી લેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીની શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઇઝ વિઝિટ પછી પ્રિમોન્સુન કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. હાલ જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તાર, ખોડીયાર કોલોની વિસ્તારની કેનાલ, બીએસએનએલની ઓફિસ- વિશ્વનાથ મંદિર રોડ પરની કેનાલ, તેમજ ધરાનગર ૭ નાલા વિસ્તારની કેનાલ, કે જ્યા જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરીઓ ગોઠવીને પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">