Patan: સાંસદ ભરતસિંહ ડાભીએ જીવનમાં કર્યા 26 ધંધા, કહ્યુ-બીજા બંધ થઈ ગયા, રાજકારણનો સારો ચાલ્યો, જુઓ Video

|

Oct 08, 2023 | 9:27 PM

પાટણમાં જિલ્લા વાયબ્રન્ટ સમિટ માટે કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના ભાષણમાં વિવાદસ્પદ બોલ બોલ્યા હતા. આમ તો ભરતસિંહ ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવાની વાત કરવા જતા એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેઓએ પોતાની વાત કરવા લાગ્યા અને વિવાસ્પદ નિવેદન કરી દીધુ હતુ. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યુ હતુ કે, પોતે 26 ધંધામાં હાથ અજમાવી ચૂક્યા છે.

પાટણમાં જિલ્લા વાયબ્રન્ટ સમિટ ને લઈ રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના ભાષણમાં વિવાદસ્પદ બોલ બોલ્યા હતા. આમ તો ભરતસિંહ ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવાની વાત કરવા જતા એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેઓએ પોતાની વાત કરવા લાગ્યા અને વિવાસ્પદ નિવેદન કરી દીધુ હતુ. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યુ હતુ કે, પોતે 26 ધંધામાં હાથ અજમાવી ચૂક્યા છે. જોકે આખરે બધા જ ધંધા બંધ થઈ ગયા અને રાજકારણનો ધંધો સારો ચાલ્યો છે.

આ પણ વાંચોઃ Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા

સાંસદ ડાભીએ કહ્યુ હતુ કે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનો ધંધો સારો ચાલ્યો હોવાનુ કહ્યુ હતુ. સાંસદે 26 ધંધા કર્યાની વાત કહેતા જ ઉપસ્થિત સૌ પણ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહોતા, તો સાંસદના શબ્દોથી સૌ એટલુ જ અચરજ અનુભવતા હતા. કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટ કાર્યકર્મમાં જિલ્લા અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં 100 કરોડના ઉદ્યોગલક્ષી એમઓયુ કરવામાં આવ્યા હતા.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:25 pm, Sun, 8 October 23

Next Video