ખેડા : નડિયાદ પોલીસ સ્ટેશનમાંથી જ કોન્સ્ટેબલે દારૂની કરી ચોરી, કોન્સ્ટેબલ સામે નોંધાઈ ફરિયાદ
ગત 2 નવેમ્બરે નડિયાદ રૂરલ પોલીસે બુટલેગર કમલેશ તળપદા પાસેથી દારૂ ઝડપ્યો હતો આ દારૂની પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થઇ ગઇ હતી. તેથી પોલીસે બુટલેગર કમલેશ તળપદાની ધરપકડ કરી હતી અને આકરી પૂછપરછના અંતે ચોરીમાં કોન્સ્ટેબલ યશપાલસિંહની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
નડિયાદમાં બુટલેગર અને પોલીસ કોન્સ્ટેબલની સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. નડિયાદ પોલીસ સ્ટેશનમાંથી જ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ દારૂની ચોરી કરીને ફરાર થયો છે. બુટલેગર સાથે મળીને પોલીસ કોન્સ્ટેબલે જ ચોરી કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી અનુસાર, ગત 2 નવેમ્બરે નડિયાદ રૂરલ પોલીસે બુટલેગર કમલેશ તળપદા પાસેથી દારૂ ઝડપ્યો હતો અને ત્યારબાદ પોલીસે પોલીસ સ્ટેશનના લોકઅપ સામે સુરક્ષિત જગ્યામાં દારૂ રાખ્યો હતો. જે દારૂની પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થઇ ગઇ હતી.
આ પણ વાંચો ખેડા : મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘી ઝડપાયું, પોલીસે ઘીનો જથ્થો સીઝ કર્યો
તેથી પોલીસે બુટલેગર કમલેશ તળપદાની ધરપકડ કરી હતી અને આકરી પૂછપરછના અંતે ચોરીમાં કોન્સ્ટેબલ યશપાલસિંહની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે કોન્સ્ટેબલ યશપાલસિંહ અને બુટલેગર કમલેશ સામે ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદ બાદ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી જતા અનેક સવાલ ઉભા થયા છે.