Gujarati Video : ગેસ સિલિન્ડર ખભે લાદી વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, મોંઘવારી સામે નોંધાવ્યો વિરોધ

| Edited By: | Updated on: Mar 03, 2023 | 4:16 PM

Gandhinagar News: મોંઘવારી તેમજ અન્ય મુદ્દાઓને લઇને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર આશ્ચર્યજનક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. મોંઘવારી તેમજ અન્ય મુદ્દાઓને લઇને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર આશ્ચર્યજનક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.  ગેસ સિલિન્ડરના બોટલ લઇને કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ વિધાનસભા પહોંચ્યા હતા. ગેસ સિલિન્ડરના બેનર સાથે અન્ય કાર્યકરોએ પણ વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો- Gujarati video: BMW હિટ એન્ડ રન કેસ: સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી આવી સામે, અન્ય એક કારમાંથી મળી આવી છરી, જુઓ Video

વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરમાં કોંગ્રેસે આજે મોંઘવારી મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. વિધાનસભાના પટાંગણમાં કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા કર્યા હતા. એટલુ જ નહીં LPG, તેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ. કોંગ્રેસ નેતા અમિત ચાવડા ખભે ગેસ સિલિન્ડર લઇને વિધાનસભા પહોંચ્યા હતા. અમિત ચાવડાની સાથે અન્ય ધારાસભ્યો કાંતિ ખરાડી, ગેનીબેન ઠાકોર, ઇમરાન ખેડાવાલા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. UPA સરકારમાં જે ગેસના બોટલના ભાવ હતા અને અત્યારે જે ગેસના બોટલના ભાવ છે તેની સરખામણી કરતા બેનર પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા.