Gujarati Video : ‘કોંગ્રેસ સરકારોએ સૂત્ર આપ્યા, સાર્થક ન કર્યા’, નવસારીમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર

|

Apr 07, 2023 | 6:26 PM

Navsari News : બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ જિલ્લાના નેતાઓ સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતની તમામ બેઠકો અંકે કરવા મહેનત શરૂ કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક મેળવવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગી ગયુ છે. ત્યારે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ જિલ્લાના અપેક્ષિત નેતાઓ સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે સી. આર. પાટીલે પોતાના ભાષણમાં ભૂતકાળની કોંગ્રેસ સરકારના પ્રધાનમંત્રીઓ પર ચાબખા માર્યા હતા.

આ પણ વાંચો- Surat : ગોડાદરામાં શ્રમજીવી પરિવારના ત્રણ વર્ષના બાળકનો પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારીમાં બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગતના કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે નહેરૂ હોય કે ઇંદિરા ગાંધી, કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રીઓએ માત્ર સૂત્રો જ આપ્યા, તેને સાર્થક કરવાનો પ્રયાસ પણ ન કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ સરકારમાં ગરીબી હટાવાનું સૂત્ર માત્ર કાગળ પર જ રહ્યું હતુ. ઇંદિરા ગાંધી 16 વર્ષ પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા, પણ કંઇ કર્યુ ન હતુ.

મહત્વનું છે કે ભાજપે લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ધારાસભ્યોને તેમની વિધાનસભા બેઠક સ્તરની અને સાંસદોને તેમના વિસ્તારમાં પકડ મજબૂત કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video