Ahmedabad : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ
અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને બેનર તેમ ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો
ગુજરાતમાં(Gujarat)હત્યાના(Murder)કિસ્સા વધવા મુદ્દે કોંગ્રેસે(Congress)ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો વિરોધ નોંધાવ્યો છે. તેમજ હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી છે. જેમાં અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને બેનર તેમ ઉગ્ર સૂત્રોચ્ચાર તેમજ હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની જીભ લપસી હતી. તેઓએ ગૃહરાજ્ય પ્રધાનને તુકારે બોલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જો હર્ષ સંઘવી રાજીનામુ નહીં આપે તો અમે તેની બોચી પકડીને રાજીનામુ અપાવીશું
જો કે વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જગદીશ ઠાકોર, રઘુ શર્મા અને મનિષ દોશી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની અટકાયત કર હતી. વિરોધ પ્રદર્શીત કરી રહેલા કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ પણ હત્યાનો સિલસિલો યથાવત છે. જેને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ગૃહરાજ્યપ્રધાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહ્યા છે.
આ પણ વાંચો : ગાય આધારિત પ્રાકૃતિક ખેતી: સાંકરિયાના પિતા-પુત્રએ ઊછેર્યું છે પ્રાકૃતિક બાગાયત આધારિત આંબાવાડિયું
આ પણ વાંચો : Ahmedabad : ડોર ટૂ ડોર યુઝર્સ ચાર્જમાં વધારાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત