કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ફ્લાવર શો કરવા AMC ની હઠ, શો રદ કરાવવા કોંગ્રેસ પહોંચી હાઈકોર્ટના દરવાજે

|

Jan 06, 2022 | 6:36 AM

કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ફ્લાવર શો રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તો બીજી તરફ કોરોનાના પ્રચંડવિસ્ફોટમાં પણ AMC ફ્લાવર શો કરવા મક્કમ છે.

Ahmedabad flower show 2022: અમદાવાદમાં (Ahmedabad) કોરોના (Corona) વિસ્ફોટ વિચ્ચે ફ્લાવર શોનું આયોજન કરવા AMC મક્કમ છે. 8મી જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં કુલ ત્રણ થીમ પર વિવિધ પ્રકારના ફૂલોને ખાસ રીતે સજાવવામાં આવ્યા છે. જેમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડોક્ટર તેમજ કોરોના વોરિયર્સના સ્કલ્પચર ઉભા કરવામાં આવ્યા છે.

કોંગ્રેસે ખખડાવ્યા હાઇકોર્ટના દરવાજા

આ સાથે ફ્લાવર શોમાં રસીકરણના ઇન્જેક્શન અને રસીની બોટલને ખાસ ફૂલો દ્વારા સમજાવવામાં આવશે. તો ઓલિમ્પિકના ખેલાડીઓના પણ સ્કલ્પચર તૈયાર કરાયા છે. જેને નિહાળવાનો શહેરીજનો લાભ લઈ શકશે. બીજીબાજુ કોરોનાના કેસ વધતા કોંગ્રેસે ફ્લાવર શો રદ કરવાની માગ કરી છે. વધુમાં આ મામલે ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અને કોરોના વધતા ફલાવર શો રદ કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો

અમદાવાદ શહેરમાં કોરોના (CORONA ) વાયરસના કેસો વધવાની સાથે વધુ 23 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (Micro Containment Zones) માં મુકાયા છે.તો એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ચાંદલોડીયાના આઈસીબી આઈસલેન્ડના 4 ઘરોના 13 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

 

આ પણ વાંચો: સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ

આ પણ વાંચો: પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?

Next Video