પાટણમાં ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ, ખાતર ડેપો 2 દિવસથી બંધ રહેતા નારાજગી

|

Jan 21, 2022 | 12:45 PM

ખેડૂતોનો આરોપ છે કે તેઓ છેલ્લા બે દિવસથી ખાતર લેવા માટે જઇ રહ્યાં છે.પરંતુ ખાતર ડેપો ૨ દિવસથી બંધ છે.જેને લઇ આજે મોટી સંખ્યામાં ખાતર ડેપો પર ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

પાટણ (Patan) જિલ્લામાં ખેડૂતોને (Farmers) ખાતર (Compost)માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો રવિ પાક માટે ખાતર લેવા જઇ રહ્યાં છે. પરંતુ તેમને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતોનો આરોપ છે કે તેઓ છેલ્લા બે દિવસથી ખાતર લેવા માટે જઇ રહ્યાં છે.પરંતુ ખાતર ડેપો ૨ દિવસથી બંધ છે.જેને લઇ આજે મોટી સંખ્યામાં ખાતર ડેપો પર ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.તો બીજી તરફ ખાતર ડેપો પર કોંગ્રેસ MLA કિરીટ પટેલ પણ પહોંચ્યાં હતા.અને ખાતરમાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ખાતર ડેપોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ફરી એકવાર લાંબી લાઇનોમાં ઉભો રહ્યો છે જગતનો તાત. પરંતુ નથી મળી રહ્યું ખાતર. ખાતરની માંગ સામે સર્જાઇ છે અછત. જેને લઇને ખેડૂત ખાતર માટે મારી રહ્યો છે વલખા. એકબાજુ કમોસમી વરસાદ અને બીજીબાજુ રવીપાકનુ વાવેતર જેને લઇને પાકને બચાવવા ખેડૂતો ખાતર માટે દોડતા થયા છે. નોંધનીય છેકે નવેમ્બર માસમાં પણ ખાતરની અછતને પગલે ખેડૂતોની દશા માઠી થઇ છે.

આ પણ વાંચો : સુરત : પોન્ઝી સ્કીમ ચલાવતી આર.ઇ.ગોલ્ડનું ઉઠમણું, અંદાજિત સાડા 5 લાખ સભ્યો છેતરાયાનું અનુમાન, કંપનીના પ્રમુખની અટકાયત

આ પણ વાંચો : ખોડલધામ રાજકોટથી 20 કિમી દૂર શિક્ષણ-આરોગ્યનું ભવ્ય ધામ બનાવશે, નરેશ પટેલની જાહેરાત

Next Video