આણંદના સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામી (Anand Sagar Swami)એ ભગવાન શિવ વિશે કરેલી ટિપ્પણીને લઈને અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. જેમા આનંદ સાગર સ્વામી સામે રાજકોટ(Rajkot) બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમા ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. બ્રહ્મસમાજ(Brahm Samaj)ના અગ્રણી મિલન શુક્લએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ અંગે કરેલી ટિપ્પણીને લઈને હવે તેમની મુશ્કેલી વધી છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આનંદ નગર સ્વામીએ પોતાના ગુરુ પ્રબોધ સ્વામીને વધુ મહાન ગણાવવા ભગવાન શિવ વિશે અશોભનિય ટિપ્પણી કરી હતી. જેને લઈને કરોડો સનાતનીઓ અને બ્રહ્મસમાજની લાગણી દુભાઈ છે. જેમા બ્રહ્મસમાજે રેલી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમા આનંદ સાગર સ્વામી સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને ફરિયાદ નોંધાય તેવી પણ માગ કરવામાં આવી હતી.
પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ કરેલી ભગવાન શિવ વિશેની ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેના કારણે બ્રહ્મ સમાજે ફરિયાદ નોંધાવી છે.બ્રહ્મસમાજના અગ્રણીએ આ ટિપ્પણી મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધવાની માગ કરી હતી. જેના આધારે આ ફરિયાદ નોંધાઈ છે. જો કે મહત્વપૂર્ણ બાબત એ છે ભગવાન શિવ વિશે ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામી હાલ અમેરિકામાં છે, આથી તેને લઈને ક્યાં પ્રકારની કાયદાકીય કાર્યવાહી થાય છે તે જોવાનુ મહત્વપૂર્ણ રહેશે.
Published On - 11:40 pm, Fri, 9 September 22